પાવરગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્રારા સુરત જિલ્લાના ઓલપાડ અને હાંસોટ તાલુકાના ગામડાંઓમાથી પસાર થનાર છે. તે અંગે અસગ્રસ્ત ખેડૂતો સાથે મળી ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નકકી કરવા આનંદ આશ્રમ ભાદોલ તા.ઓલપાડ જી સુરત મુકામે અગત્યની મિટિંગ મળી ખેડૂતો આંદોલન માટે આક્રમક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેકટર રેલીથી ક્લેક્ટર કચેરીના ઘેરાવ અંગેની વાત કરાઈ હતી.
મહાસંમેલન માટે તૈયારી
સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે ખેડૂતોને આવનારી વીજ ટ્રાન્સમિશન લાઇન તેમજ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલ આંદોલન વિશે માહિતી આપી હતી. એમણે જણાવ્યું હતું કે આપણું આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ થઈ સરકાર સામે આગળ વધી રહ્યું છે. સરકારની ભૂમિકા આ મુદ્દામાં શંકાસ્પદ જણાઈ રહી છે. એમણે ખેડૂતોને મહાસંમેલન માટે તૈયાર રહેવા તેમજ ટ્રેક્ટર રેલીની તૈયારી કરવા જણાવી દીધું હતું.
ચૂંટાયેલા પ્રતિનિધિ ચૂપ
દર્શન નાયકે કહ્યું કે, ખેડૂતોને સંધે શક્તિ કળયુગે વાક્ય યાદ રાખી એને અનુસરવાનો સમય આવ્યો હોવાની વાત કરાઈ હતી. સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ ખેડૂત સમાજ હંમેશા દુઃખના સમયમાં ખેડૂતોની સાથે ઊભો રહ્યો છે અને હંમેશા ઊભો રહશે.ખેડૂત ને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા જણાવવાનું કે ભૂતકાલમાં જે લોકો સહકારી સંસ્થામાં બેઠા હતા તે લોકો ખેડૂતો ઉપર જયારે આફત આવે ત્યારે અસગ્રસ્ત ખેડૂતોને સાથ સહકાર આપતા હતા. પરંતુ હાલમાં મેન્ડેટથી ચૂંટાઈને આવતા સહકારી સંસ્થાનાં આગેવાનો ખેડૂતો ઉપર આફત આવે છે. ત્યારે મૌન સેવીને બેઠા છે.ખેડૂતો એ આવા આગેવાનોને ઓળખી લેવાની જરૂર છે અને ખેડૂતો એ સંગઠિત થઇ ને એક અવાજમાં પાવર ગ્રીડ કોર્પોરેશન સામે પોતાની જમીન બચાવવા માટે મક્કમતાથી લડવાની જરૂર છે.