દક્ષિણ ગુજરાત દીપડાઓ માટેનું અભ્યારણ્ય હોય તે રીતે દીપડાઓ દેખા દઈ રહ્યાં છે. ત્યારે આહવા પોલીસ લાઈનની પાછળ કુવામાં દીપડો ખાબક્યો હતો. જે અંગેની માહિતી મળતાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 21 કલાકની જેહમત બાદ દીપડાને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. કુવામાંથી દીપડાને બહાર કાઢીને પાંજરે પૂરવામાં આવ્યો હતો. 7થી 8 વર્ષનો ખૂંખાર દીપડો પાંજરે પૂરાતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. હાલ દીપડાને વાસદા નેશનલ પાર્ક ખાતેના રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.