
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં પતિએ નજીવી બાબતમાં પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. સુરત જિલ્લાના ઓલપાડમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. પત્નીના પૈસા પતિએ ચોરી લેતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એકાએક ઉશ્કેરાઈ જઈ પતિ અશોક સકટએ પોતાની પત્ની હીરા બાઇને ગળામાં ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા.
આ પણ વાંચો : સુરતના વાલક બ્રિજ પર હિટ એન્ડ રન કેસમાં 6ને અડફેટે લેનાર મુખ્ય આરોપીની ધરપકડ
આ ઉગ્ર થયેલા ઝગડામાં ગંભીર ઈજાઓને કારણે 37 વર્ષીય પત્નીનું મોત થયું હતું. હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારો પતિ ભાગી ગયો હતો. મામલાની જાણ થતાં જ ઓલપાડ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.