
સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હવે ઘટનાની તપાસ માટે ફાયર ડિપાર્ટમેન્ટ સક્રિય થયું છે.
NOC આપનારી એજન્સી પાસે પણ વિવિધ મુદ્દે સ્પષ્ટતા માંગવામાં આવશે
ફાયર વિભાગ શિવશક્તિ માર્કેટને NOC આપનારી એજન્સી પાસે પણ વિવિધ મુદ્દે સ્પષ્ટતા માંગવામાં આવશે. બે દિવસ સુધી ભયાનક આગ ઓલવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગને અનેક મુશ્કેલીઓ નડી હતી. જેની વિભાગે ગંભીર નોંધ લીધી છે અને તેની તપાસ કરાશે.
500 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી
માર્કેટની ગેટની બહાર દબાણ હોવાના લીધે ફાયર ફાઈટરને અંદર સુધી જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.854 જેટલી દુકાનોમાંથી 500 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. ફાયરજવાનો સતત ૪૮ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. બાદમાં ફાયરે માર્કેટનો કબ્જો પોલીસને સોપી દીધો હોવાનું જાણવા મળે છે.