ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં આગના લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં લાગ લાગવાની ઘટના અની છે. સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડીંગના 3 માળ આગની ઝપેટમાં આવી હતી. જોકે કયા કારણોસર આગ લાગી છે તેનું કારણ હજું સુધી સામે આવ્યું નથી. આગ વહેલી સવારે લાગી હતી. આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડીંગમાં
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે હાજર હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડીંગમાં રહે છે. આગની ઘટનાની જાણ થતાં જ સુરતના મેયર, કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
5થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર હાજર
હાલ તેઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, આગની જાણ થતાં જ 5થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર હાજર છે. આગ લાગવા પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે તપાસ થઈ રહી છે. સદનસીબે આ ભયનાક આગની ઘટનામાં આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિની થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ વારંવાર સુરતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ પહેલા પણ સુરતમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે.