Home / Gujarat / Surat : Gang arrested for forcing married man to commit suicide by honeytrap

સુરતમાં હનીટ્રેપથી પરિણીત યુવકને ફસાવી આપઘાત કરવા મજબુર કરનાર ગેંગ ઝડપાઈ

સુરતમાં હનીટ્રેપથી પરિણીત યુવકને ફસાવી આપઘાત કરવા મજબુર કરનાર ગેંગ ઝડપાઈ

સુરતમાં હનીટ્રેપ મામલે 4 સભ્યોની ગેંગને પોલીસે ઝડપી પાડી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં હનીટ્રેપ ગેંગની ધરપકડ કરવામાં આવી છે. હનીટ્રેપમાં ફસાવી પરણિત વ્યક્તિને મરવા મજબૂર કરનાર ટોળકી આખરે પકડાઈ ગઈ છે. આ મામલે વરાછા પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ૨ મહિલા અને ૨ પુરુષને ઝડપી પાડ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો : સુરતમાં પૈસાની ચોરી બાબતે યુગલ વચ્ચેનો ઝગડો હત્યામાં પરિણમ્યો, પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ ફરાર

શુું છે સમગ્ર મામલો ?

આ ટોળકીએ પરણિત પુરુષને પોતાની જાળમાં ફસાવ્યો અને તેની પાસે રુ. 5 લાખની ખંડણીની માંગ કરી હતી. આખરે ભોગ બનનાર યુવકે તાપીમાં નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેને પગલે યુવકના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે વરાછા પોલીસે એક્સટોર્શન સહિતના ગુના નોંધી તપાસ હાથ ધરી હતી. 

વરાછા પોલીસે હનીટ્રેપના ફરાર આરોપીઓને તારાપુર નજીકથી ઝડપી પાડ્યા છે. ટ્રાવેલ્સ બસમાંથી વતન ભાગી જાય એ પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડયા છે. જેમાં નયનાબેન ભરતભાઈ ઝાલા, ભરતભાઇ ઝાલા, નયનાબેન હનાભાઇ ઝાલા તેમજ હનાભાઇ ઉર્ફે હનુભાઇ ઝાલાની ધરપકડ થઈ છે. આ તમામ મુળ ભાવનગરના છે અને સુરતમાં રહે છે. જો કે, પોલીસે તમામને ઝડપી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Related News

Icon