તસ્કરી માટે રાજ્યભરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ કુખ્યાત છે. ત્યારે ડુમસના બ્રાહ્મણ ફળિયામાં ચડ્ડી ગેંગ નજરે પડ્યાના દ્રશ્યો સામે આવ્યાં છે. ડુમસના બ્રાહ્મણ ફળિયામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ દેખાઈ હતી. ઘર નજીકથી પસાર થતી ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યો CCTVમાં કેદ થઈ ગયાં હતાં. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે ડુમસ પોલીસ ચડ્ડી ગેંગ ઉપર શું કાર્યવાહી કરશે? તેવા સવાલો લોકો એકમેકને પૂછી રહ્યાં છે.