સુરત મહાનગર પાલિકામાં સામા ચોમાસે ઘોર નિદ્રામાં હોવાનું છે. માસૂમ કેદારના મોત બાદ પણ સુરત મનપા તંત્ર નથી સુધરી રહ્યું. દિલ્હી ગેટ મૈન રોડ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટર જોવા મળી હતી. મેઈન રોડ પર ગટર ખુલ્લી હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે. 15 ફૂટ ઊંડી ગટર ખુલ્લી મૂકી દેવામાં આવી છે. કોઈ પણ બેરીકેટ લગાવામાં આવ્યા નથી. હજારો વાહનની અવર જવર વચ્ચે મોતની ખુલ્લી ગટર છે. પાલિકા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા દ્રશ્યો નજરે પડી રહ્યાં છે.