અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વીશે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. આ નિવેદનથી સમગ્ર રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. યાત્રાધામ વીરપુરમાં ચાલતા સદાવ્રત અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે. જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે તેવા આશીર્વાદ આપ્યાનો દાવો જ્ઞાન પ્રકાશે દાવો કર્યો છે.
જલારામબાપા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા
જ્ઞાન પ્રકાશ સ્વામીએ દાવો કર્યો હતો કે જલારામબાપા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા અને સેવા કરી હતી. તો બીજી તરફ આ મામલે જલારામબાપા વંશજ ભરત ભાઈ ચંદ્રાણીએ સ્પષ્ટતા કરી હતી કે જલારામબાપાએ ભોજલરામ બાપાની પ્રેરણ ને આશીર્વાદ થી અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી.