સુરત શહેરમાં ધોધમાર વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ વચ્ચે હવે રસ્તાઓની ખરાબ હાલત સામે આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા ભૂવા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અડાજણના પાલ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પડેલો મોટો ભૂવો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભૂવો રસ્તાની બરોબર મધ્યમાં પડતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ સુરત મહાનગરપાલિકાની રોડ કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. વરસાદ આવ્યા કે તરત જ રોડ તૂટી પડવો, તેની દયનીય સ્થિતિ, અને તંત્રની બેદરકારી અંગે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ભુવો દૂર કરવામાં આવે અને રોડનું મજબૂતપણે પુનર્નિર્માણ કરાશે. હજુ વધુ વરસાદ પડવાની શક્યતા વચ્ચે અકસ્માત ટાળવા તંત્રએ ત્વરિત પગલાં લેવાની જરૂર છે.