Home / Gujarat / Surat : Hospital sealed for flouting fire safety rules

VIDEO: Suratમાં ફાયર સેફ્ટી મુદ્દે લાલ આંખ, નિયમોનો ઉલાળિયો કરતી હોસ્પિટલ કરાઈ સીલ

સુરત ફાયર વિભાગ દ્વારા ફરી એકવાર ફાયર સેફ્ટીના મુદ્દે લાલ આંખ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી ચાર હોસ્પિટલો સામે લાલ આંખ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરા, અલથાણ અને ઉન પાટિયા નજીક અલગ-અલગ ચાર હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે, જેના પગલે હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટમાં છે. પાંડેસરાની શ્રી દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલને સીલ કરાઈ છે. સાથે જ કવિતા પ્રસુતિગૃહ અને જનરલ હોસ્પિટલને સીલ કરાઈ છે. અલથાણની એડવાન્સ ઓર્થોપેડીક ધ સર્જિકલ હોસ્પિટલના ચોથા માળને સીલ કરાયો છે. ઉન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પહેલો અને બીજો માળ સીલ કરાયો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon