સુરતના વરાછા વિસ્તારમાં તસ્કરો ફરી સક્રિય થયા હોય તેવું સામે આવ્યું છે. પોલીસની નાઈટ પેટ્રોલિંગની ગાડી પસાર થયાની બીજી જ મિનિટે અશ્વિનીકુમાર રોડ પર આવેલા એક પાનના ગલ્લામાંથી 90 હજાર રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. બે તસ્કરો નાઇટ પેટ્રોલિંગની પોલીસની પીસીઆર વાન ગયા બાદ બે મિનિટમાં આ દુકાન સુધી પહોંચ્યા હતા.ત્યારબાદ શટ્ટર ઊંચું કરીને અંદર એક પ્રવેશ્યો હતો જ્યારે બીજો બહાર વોચ રાખી રહ્યો હતો. ત્યારબાદ સીસીટીવી હોવાની જાણ થતા તેને નીચા કરીને ચોરીને અંજામ આપ્યો હતો. દુકાનની અંદર રહેલા 74 હજાર રોકડા એક સ્માર્ટ વોચ સહિતનો 90,000નો મુદ્દા માલ ચોરીને બંને તસ્કરો બે વાગ્યા આસપાસ ભાગી ગયા હતા.

