
ચાલુ વર્ષમાં પડેલા વરસાદ અને બગડેલા વાતાવરણના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે ખાતરના ભાવમાં ઈફ્કોએ ૨૫૦ રૂપિયાનો કમર તોડ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેનાથી રાજ્યના ખેડૂતો ઉપર ૩૫૦ કરોડ રૂપિયાનો ભાર પડશે. આ ભાવ વધારાને કારણે NPK-10:26:26 અને NPK-12:32:16 જેવા ખાતરોની કિંમતોમાં 34,400 પ્રતિ ટન જ્યારે DAP 27,000 રૂપિયા પ્રતિ ટન સુધી પહોંચી જશે.
ફુગાવાને વેગ મળશે
આનાથી ખેડૂતો માટે ખેતીના ખર્ચમાં ધરખમ વધારો થશે અને વધારો ખેડૂતોની આવક પર ખરાબ અસર કરશે એ વાત ચોક્કસ છે. મોંઘવારીમાં હજી વધારો થશે. જેને કારણે સામાન્ય નાગરિકો સામે નવા પડકારો ઉભા થશે. “આ ભાવ વધારો સરકારની બેજવાબદારી અને બિનકાર્યક્ષમ નીતિઓનું પરિણામ છે. "આ પગલું ખેડૂતોને દેવા અને તકલીફમાં ધકેલશે અને ફુગાવાને વધુ વેગ આપશે."
નીતિની સમીક્ષાની માગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે કહ્યું કે, ખાતરના ભાવમાં કરવામાં આવેલ વધારો તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ તેમજ ખેડૂતો માટે વધારાની સબસિડી અને નાણાકીય સહાયની જાહેરાત કરવી જોઈએ. તથા ખાતર વિતરણ નીતિની સમીક્ષા કરવી જોઈએ. તેને સમયસર અને પોસાય તેવા દરે ઉપલબ્ધ કરાવવી જોઈએ.