
ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદીએ ભયાવહ રુપ ધારણ કર્યું છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અસંખ્ય રત્નકલાકારો રઝડી પડ્યા છે. આર્થિક સંકળામણમાં આવી જતાં ઘણાં રત્નકલાકારોએ આપઘાત પણ કર્યો છે. એવામાં સુરતમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. સુરતના વધુ એક રત્ન કલાકાર પરિવારે કરેલ સામુહિક આપઘાત મામલો સામે આવ્યો છે.
સુરત જિલ્લામાં કામરેજના ગલતેશ્વર ખાતે એક પરિવાર તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. આર્થિક તંગીમાં આવી જતાં રત્નકલાકારે બાર વર્ષના પુત્ર અને પત્ની આપઘાત સાથે કર્યો હતો. ત્રણેયના મૃતદેહને સુરત કતારગામના નિવાસ્થાન ખાતે લાવવામાં આવશે. 40 વર્ષીય રત્નકલાકાર વિપુલ રવજીભાઈ દેવગણિયા, 38 વર્ષીય પત્ની સરિતાબેન વિપુલભાઈ દેવગણિયા અને 12 વર્ષીય પુત્ર વ્રજ દેવગણિયાએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. સમગ્ર પરિવારએ આપઘાત કરી લેતા અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાશે. નિવાસસ્થાન ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો સમાજના આગેવાનો અને સંબંધીઓ એકત્ર થયા હતા.
દુ:ખદ ઘટનામાં ત્રણેયની અંતિમ યાત્રા એક સાથે નીકળી
સુરત રત્ન કલાકારના સામૂહિક આપઘાતની દુ:ખદ ઘટનામાં પ્રજાપતિ પરિવારના ત્રણ લોકોની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી. એક સાથે પતિ પત્ની અને પુત્રની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. પરિવારના આક્રંદથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ત્રણેયની અંતિમયાત્રા નીકળતા જ રત્નકલાકારના માતા અને ભાભી આઘાતમાં બેહોશ થઈ ગયા હતા. ભારે આક્રંદથી સૌ કોઈની આંખમાં આંસુ સરી પડ્યા હતા.