ખંડણી કેસમાં હાલ જેલ હવાલે ધકાયેલી કિર્તી પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં 203 નંબરના ફ્લેટના માલિકે પોલીસને આજીજી કરતી અરજી કરી છે. જેમાં તેણે કહ્યું છે કે, અમે 20 લાખની કિંમતે લોન પર ફ્લેટ લીધો હતો. જે કિર્તી પટેલને ભાડે આપ્યો હતો. તેણી ભાડું પણ આપતી નથી કે ખાલી પણ કરતી નથી. તેનાથી આજુબાજુ વાળા પણ પરેશાન છે. જેથી પોલીસ અમને આ ફ્લેટ ખાલી કરાવી આપે..આ અરજીના કારણે કિર્તી પટેલ પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે, આ ફ્લેટ મંજુલાબેન કિર્તીભાઈ પટેલના નામ પર છે.