
જંગલોનો જેમ જેમ નાશ થઈ રહ્યો છે. તેમ તેમ હિંસક પ્રાણીઓ માનવ વસવાટ તરફ છાસવારે દેખાવા લાગ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના તિલવાડા તાલુકામાં પણ હવે હિંસક પ્રાણી એવા દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આસિત્રા ગામે માનવભક્ષી બનેલા દીપડાએ 5 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. જેથી બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગના ઈતિહાસની સૌથી મોટી મંદી! 17 લાખ રત્નકલાકારોના ભાવિ અધ્ધરતાલ
ગળાના ભાગેથી દબોચ્યો
નર્મદાના ખાટા આસિત્રા ગામે દીપડાએ બાળક ઉપર હુમલો કર્યો હતો. તિલકવાડા તાલુકાના ખાટા આસીત્રા ગામના 5 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ખાટા આસીત્રા ગામના 5 વર્ષીય સ્મિત બારીયા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ખાટા આસિત્રા ગામ નજીક ખેતરમાં ગયેલા બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ બાળક પર હુમલો કરી ગળાના ભાગે દબોચી જઇ કપાસના ખેતરમાં 50 ફૂટ વધુ ખેંચી ગયો હતો.
સારવાર માટે ખસેડાયું
દીપડો બાળકને ખેંચી પાછળ દોડી બાળકના પિતાએ બચાવ કર્યો હતો. દીપડાએ હુમલો કરતા 5 વર્ષીય બાળકને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાળકને ઇજા પહોંચતા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે બાળક ની સારવાર કરી બાળકને રાજપીપળા સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યું હતું.