ફટાકડાના ગોડાઉનમાં થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં થયેલી ઘટનાના પગલે સુરત સ્પેશિયલ બ્રાન્ચ DCP હેતલ પટેલે તમામ પોલીસ સ્ટેશનોને શહેરની ફટાકડાની દુકાનો અને ગોડાઉનોની સેફટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.રાંદેરના રામનગર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વેપારીઓ ફટાકડાનું વેચાણ નિયમો મુજબ અને પરમિશન મુજબ કરે છે કે નહીં, તેમજ ફાયર સેફ્ટી સહિત તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં, તે જોવા માટે ચકાસણી કરવામાં આવી રહી છે. જો કોઈ ગોડાઉન કે દુકાનમાં ખામી અથવા બેદરકારી જોવા મળશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુરત શહેરમાં ફટાકડા વેચાણ માટે 44 દુકાનોને લાઇસન્સ આપવામાં આવ્યા છે.