
સુરતમાં વધુ એક સ્વામી સામે ફરિયાદ નોધાઈ છે. એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઇએ વેપારી પાસેથી 1.97 કરોડ પાડવાયા હતાં. ઉત્રાણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિયદાસ સ્વામી સહિત 3 સામે ગુનો નોંધ્યો હતો.
મશીનનો સોદો રદ્દ કર્યો
લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઇએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવતા ઉત્રાણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિયદાસ સ્વામી સહિત 3 સામે ગુનો નોંધી તેના ભાઇ એવા બિલ્ડરની ધરપકડ કરી છે.મોટા વરાછામાં સહજાનંદ પ્રસ્થમાં રહેતા હીરાના ધંધા સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ જેરામભાઈ કાનાણીની સાયણમાં લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરર છે. ફેબ્રુઆરી-22માં બિલ્ડર ગીરીશ અને તેનો ભાઈ માધવપ્રિય દાસ સ્વામી વેપારીની સાયણની કંપની પર આવ્યા હતા.
બિલ્ડરે નોટરી કરાવી
બન્ને જણાએ લેબગ્રોન હીરાના ધંધા માટે 5 મશીનો ખરીદવાની વાત કરી હતી. જેનું વેપારીએ 5.30 કરોડના 5 મશીનો વત્તા 18 ટકા જીએસટીનું કોટેશન આપી 30 ટકા એડવાન્સ પેમેન્ટ અને સોદ્દાની તારીખથી 1 મહિનામાં 50 ટકા પેમેન્ટ અને બાકી રહેતું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાના તેવા એગ્રીમેન્ટ સાથેની બિલ્ડરે નોટરી કરાવી હતી. જેની અસલ કોપી બિલ્ડરે પોતાની પાસે રાખી વેપારીને ઝેરોક્ષ આપી હતી.
બેંકમાંથી નાણા આપેલા
બિલ્ડર અને સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા. પછી 3 મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો અને 2 મશીન જ લેવાનું નક્કી કર્યું હતું. જેની 2.18 કરોડની કિંમત સામે સ્વામી અને તેના ભાઈએ વેપારીને 1.90 કરોડ આપ્યા હતા. બાકી 28 લાખનું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાનું કહ્યું હતું. ત્યારબાદ માધવપ્રિય સ્વામી અને તેના ભાઇ ગીરીશ ભાલાળાએ લેબગ્રોન ડાયમંડના ધંધામાં મંદી હોવાનું કહી બાકી 2 મશીનનો સોદો રદ કર્યો હતો અને રાજકોટના જમીનમાફીયાને ઉઘરાણીનો હવાલો આપ્યો હતો. જેમાં 1.90 કરોડ સામે વેપારી પાસેથી 2.29 કરોડ લઈ લીધા હતા. છતા વિક્રમે ઉઘરાણી શરૂ રાખી કહ્યું હતું કે 63 લાખની એન્ટ્રી સુલટાવવાની બાકી છે.
ધમકી આપી
જો તમે આ લખાણમાં સહી નહીં કરી આપો તો અમે તમારા પર ચેક રિટર્નનો કેસ કરી કંપનીને બદનામ કરીશું, લખાણ ફાડી નાખ્યું હતું અને વેપારી અને ભાગીદારના ભાઈ બાબુભાઇ કેવડિયા પાસેથી ટુકડે-ટુકડે વધારાના 1.97 કરોડ પડાવી બીજા 20 લાખની માંગણી કરી વેપારીને સોસાયટીમાં બદનામ કરવા ધમકી આપતો હતો.