સુરતના ઈચ્છાપોર ગામે આવેલ પ્રકાશ જવેલર્સમાં ૨૬મી તારીખે રાત્રે ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સે દુકાનના શટરના તાળા તોડ્યા હતા. દુકાનની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરવાનો પ્રયાસ કરતો ઈસમ સ્પષ્ટ દેખાયો હતો.દુકાનના માલિક પબાભાઈ પટેલે ઈચ્છાપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અને સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે ૩૦ વર્ષીય આકાશ સુરેશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી.જાતે કબૂલાત આપતાં આરોપીએ જણાવ્યું કે તે અગાઉ હજીરા પોલીસ મથક વિસ્તારમાં એટીએમ તોડીને ચોરીના ગુનામાં પકડાયો હતો. અગાઉ સિટી બસમાં નોકરી કરતો આકાશ છેલ્લાં ત્રણ માસથી બેરોજગાર હતો અને એટલે ચોરીના માર્ગે નીકળ્યો હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આકાશની પાછળ કોઈ ગેંગ સાથે સંકળાયેલા સંબંધ છે કે કેમ.