સુરતમાં કુખ્યાત મનીષ કુકરી ગેંગ દ્વારા આતંક ઉભો કરવામાં આવ્યો હતો. ત્યારે થોડા સમય અગાઉ નાસતા ફરતાં મનીષ કુકરી અને તેમના સાગરીતો ઝડપાયા હતાં. ત્યારે હત્યાની કોશિશ અને લૂંટના ગુનામાં મનીષ કુકરી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.સરથાણા વિસ્તારમાં હોટલ વાઈટ હાઉસમાં હોટલ સંચાલકને માર મારી લૂંટ ચલાવી હતી. પોલીસે મનીષ કુકરી, મિતેશ ગાબાણી અને ચિરાગ બોરડાની ધરપકડ કરી હતી. ત્યારબાદ ત્રણેયને બનાવની જગ્યાએ રી-કન્ટ્રક્શન કરાયું હતું.