સુરતના રિંગરોડ ખાતે આવેલી શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં ઘણું સળગી ગયું છે. તો ઘણી ગેરકાયદે ચીજો સામે આવી છે. જેમાં કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર પતરાના શેડમાં દુકાનો બનાવાઈ હતી. ટેરેસ પર પતરાના શેડ ગરમ થવાથી ભીષણ આગ લાગી હતી. કુલ ૨૮ દુકાનો પતરાના શેડમાં બનાવવામાં આવ્યાં હતાં. ગેરકાયદેસર બનાવાયેલી દુકાનોથી આગ ભીષણ બનાવી હતી.