સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. એક પછી એક આગથી ફાયર સેફ્ટીને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે ખટોદરા ખાતે આવેલ દેવચંદ નગરમાં આગનો બનાવ સામે આવ્યો હતો. નમકીન બનાવતી ફેક્ટરી આગ લાગી હતી.નમકીન મશીનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા સ્થાનિકોમા અફરાતફરી જોવા મળી રહ્યો હતો. મજૂરા ફાયર સ્ટેશન, ઉધના ફાયર સ્ટેશન, અને માનદરવાજા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેણે આગ પર કાબુ મેળવવા ભારે જહેમત હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.