સુરતમાં બકરી ઈદના તહેવાર અગાઉ પોલીસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હિંદુ/મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે કુર્બાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગર પાલિકા તરફથી મુકવામા આવેલા કન્ટેનરમા જ નાંખવુ કોઈ અન્ય જગ્યાએ નાંખવુ નહી. કુર્બાની આપતી વખતે કોઈપણ પ્રકારનો વિડીયો વાઈરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું. જેથી કોઈપણ ધર્મની લાંગણી દુભાય નહી. તથા હિંદુ/મુસ્લીમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એખલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવો મેસેજ અપાયો હતો.