સુરતના વેડ રોડ પર ખાડામાં રીક્ષા ગરકાવ થઇ ગઈ
સુરતના વેડ રોડ વિસ્તારમાં મહાનગર પાલિકાની ઘોર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં ખોદેલા ખાડામાં રીક્ષા ગરકાવ થઇ ગઈ હતી. ઘટનામાં રીક્ષા ચાલાકને ઇજા આવી હતી. ખાડો ખોદીને ખુલ્લો મૂકી દીધો છે પરંતુ રસ્તા પર વાહનચાલકોને ખાડાની ચેતવણી આપતા કોઈ સાઈન મુકવામાં આવ્યા નહોતા. તેમજ વચ્ચે બેરીકેટ મુકવાના બદલે આજુબાજુ શોપીસ પુરતા બેરીકેટ મૂકીને સંતોષ માન્યો હતો. આ પહેલા પણ તંત્ર દ્વારા આ રીતે ખાડા ખોદી ખુલ્લા મૂકી રાખતા અનેક અકસ્માતના બનાવમાં લોકોના જીવ ગયા છે.
બુધવારી બજારમાં ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક ગરકાવ
આ પણ વાંચો : અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓની ઘરવાપસી, જાણો પરિવારજનોએ શું કહ્યું
સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક ગરકાવ થઈ ગયું છે. માતા સાથે બાળક બુધવારી બજારમાં ગયું હતું જ્યાં તે ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું છે. મામલાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી બાળકની શોધખોળ હાથ ધરી છે.