Home / Gujarat / Surat : Municipality turns a blind eye to illegal pressures

Surat News: ગેરકાયદે દબાણો પર પાલિકાની લાલ આંખ, દુકાનો કરાઈ સીલ

Surat News: ગેરકાયદે દબાણો પર પાલિકાની લાલ આંખ, દુકાનો કરાઈ સીલ

સુરત શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પગલાં ભરી રહી છે. આજ રોજ શહેરના બમરોલી મેઈન રોડ પર આવેલી વિનાયક નગર સોસાયટીની બહાર આવેલી અનેક કોમર્શિયલ દુકાનો સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુખ્ય રોડ પરની દુકાનો સીલ કરાઈ

પિયુષ પોઈન્ટ પાસે આવેલી વિનાયક નગર સોસાયટીની બહાર એક ઝાંખી દબાણના ભાગરૂપે દુકાનો બનાવાઈ હતી, જે સોસાયટીની પ્રોપર્ટી અને મુખ્ય રોડ પર ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી હતી. શહેરની વ્યવસ્થિતતા જળવાય રહે અને ટ્રાફિક તથા સુરક્ષા બાબતોમાં ખલેલ ન પડે તે હેતુથી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોન - એ (ઉધના) વિભાગ દ્વારા આ દુકાનોને આજે સીલ કરવામાં આવી છે.

પોલીસ હાજર રહી

મ્યુનિસિપલ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં દુકાનદારો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા, તંત્રએ કાયદેસર પગલાં રૂપે દબાણ હટાવવાની અને દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરી.સલામતીના દૃષ્ટિકોણે કાર્યવાહી દરમ્યાન પોલીસની હાજરી પણ રાખવામાં આવી હતી. મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે આવી કાર્યવાહી આવી પાછી પણ થતી રહેશે.

Related News

Icon