રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદમાં જ સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. સચિન GIDC વિસ્તાર થોડા મહિના પહેલા બનાવેલો રસ્તો સંપૂર્ણ બેસી ગયો છે. વરસાદના કારણે અવરજવર કરી રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો બેસી જવો અને સંપૂર્ણ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. તંત્રની બેદરકારીના કારણે લોકોને હાલાકી પડી રહી છે. સારો રસ્તો બનાવાની માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. મોટા મોટા ટ્રકો પસાર થતાં હોવાના કારણે રસ્તો બેસી જાય છે તેવી ફરિયાદો સ્થાનિકો કરી રહ્યાં છે.