Home / Gujarat / Surat : no one from the authorities intervened, people put wood as a sign

VIDEO: Suratમાં રસ્તા વચ્ચે પડ્યો ભૂવો, તંત્રમાંથી કોઈ ન ફરકતાં લોકોએ સંકેત માટે મૂક્યું લાકડું

સુરતના વરાછા હીરાબાગ પાસે આવેલી પીપી સવાણી સ્કુલ પાસે રોડમાં ભૂવો પડ્યો હતો. જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. છેલ્લા ૪ દિવસથી વરસાદી માહોલ છે. એવામાં સુરત શહેરમાં રોડમાં ખાડા પડવાની ઘટના  સામે આવી છે. સુરતના હીરાબાગ પીપી સવાણી સ્કુલ પાસે રોડમાં ભૂવો પડ્યો હતો જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ના બને તે માટે ભૂવામાં લાકડું ઉભું રાખી દીધું હતું અને આ મામલે અધિકારીઓને જાણ કરી હતી. સ્થાનિક ધનસુખભાઈએ કહ્યું કે હીરાબાગ પીપી સવાણી સ્કૂલ પાસે ખાડા પડી ગયા છે, આ મામલે એસએમસીમાં ફરિયાદ કરી છે. પણ હજુ સુધી કોઈ આવ્યું નથી, અહી લાઈન નાંખી હતી અને બે ખાડા પડી ગયા છે. કાલે બે લોકોનું એકસીડન્ટ થયું હતું અને  ચાર-પાંચ દિવસથી આ ખાડા પડેલા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
TOPICS: surat road varachha
Related News

Icon