
સુરત શહેર પંચરંગી વસતી ધરાવે છે. ત્યારે આવતીકાલે મુસ્લિમ સમાજના મોહરમ તહેવારને લઈને પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનરથી લઈને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં. જેમાં તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેના સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા માટેના નિર્દેશો આપવામાં આવ્યાં હતાં.
અધિકારીઓ-પદાધિકારીઓ હાજર રહ્યા
મોહરમ તહેવારને લઇ પોલીસનું નાઈટમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. ભાગળ સહિતના વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. જેમાં પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં. સાથે જ પદાધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યાં હતાં. મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એખલાસમાં પૂર્ણ થાય તે માટે સમગ્ર રૂટની સમીક્ષા કરવામાં આવી હતી.
શાંતિપૂર્ણ તહેવાર માટે વ્યવસ્થા
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, મોહરમ અને તાજિયાના જુલુસ નીકળવાના છે. ત્યારે ભાગળ વિસ્તારમાં અમે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ કઈ ગલીમાંથી તાજિયા નીકળશે. તેમજ આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમે વ્યવસ્થા ગોઠવી છે. કોમી એખલાસ સાથે સમગ્ર તહેવાર પરિપૂર્ણ થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.