Home / Gujarat / Surat : On Gandhi Jayanti, the condition of Taifa was the same the next day, the lack of cleanliness in the municipality

ગાંધી જયંતિએ તાયફા ને બીજા જ દિવસે હાલત જૈસે થે, જાહેરમાં થૂંકનાર પાસેથી પૈસા વસૂલતી પાલિકામાં જ સ્વચ્છતાનો અભાવ

ગાંધી જયંતિએ તાયફા ને બીજા જ દિવસે હાલત જૈસે થે, જાહેરમાં થૂંકનાર પાસેથી પૈસા વસૂલતી પાલિકામાં જ સ્વચ્છતાનો અભાવ

ગાંધી જયંતિએ સુરત પાલિકા તંત્ર અને શાસકોએ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ હેઠળ ડુમસ બીચ ખાતે જઈને સફાઈ અભિયાન કર્યું હતું. ફોટો શેશન કરીને લોકોને સફાઈ માટેની અપીલ પણ કરી હતી. જોકે, સુરતીઓને સફાઈના પાઠ ભણાવતી સુરત પાલિકામાં દીવા તળે અંધારું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. સુરત પાલિકાની મુઘલસરાઈ ખાતે આવેલી પાલિકાની મુખ્ય કચેરીના અનેક દાદરો પર ગુટકા-પાનની પિચકારી જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ ગંદકી બદલ લોકોને દંડ ફટકારતી પાલિકા કચેરીમાં જ અનેક જગ્યાએ કંડમ સામાન મૂકી રાખવામાં આવ્યો છે. પાલિકાની મુખ્ય કચેરીની આવી હાલતના કારણે પાલિકાએ ચેરીટી બિગેન્સ એટ હોમ કરવાની ખાસ જરૂર હોવા સાથે જો વડાપ્રધાનનો સ્વચ્છતાનો સંદેશા પ્રસરણ પાલિકાની મુખ્ય કચેરીએ રાખે તો જ સુરત પાલિકાની મુખ્ય કચેરીમાં સફાઈ યોગ્ય રીતે થાય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લોકોને અપીલ પણ પોતે ભૂલ્યા

સુરત પાલિકાના અધિકારીઓ-શાસકોએ ગાંધી જયંતિના દિવસે લોકોને પોતાના ઘર અને શહેરમાં સફાઈ કરવા માટે અપીલ કરી હતી. જોકે, સુરતીઓને સફાઈ માટેનો સંદેશો આપતી સુરત પાલિકા કે ભાજપ શાસકો ના ઘર કહેવાતી પાલિકાની મુઘલ સરાઈની મુખ્ય કચેરીમાં જ સફાઈ કરવાનું ભુલી ગઈ છે. 

ઠેકઠેકાણે પાનની પીચકારી

સુરત પાલિકાની મુખ્ય કચેરીએ 120 નગર સેવકો અને હજારો કર્મચારીઓ સાથે સેંકડો મુલાકાતીઓ રોજ આવે છે. પાલિકા તંત્ર આ કચેરીની સફાઈ માટે મોટી રકમ પણ ફાળવે છે પરંતુ સફાઈની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાની ચાડી મુખ્ય કચેરીના દાદર કરી રહ્યાં છે. સુરત પાલિકાની કચેરીના દાદર પર ઠેકઠેકાણે પાન-માવા અને ગુટખાની પીચકારીઓ જોવા મળે છે જે પાલિકાની દિવાલોને કદરૂપી બનાવી રહી છે. આ ઉપરાંત પાલિકા કચેરીમાં અનેક જગ્યાએ તુટેલી ખુરશીઓ અને અન્ય સામાન પણ ખડકી દેવામાં આવ્યો છે જેના કારણે ગંદકી વધી રહી છે. 

આરોગ્ય સામે ખતરો

લોકોના ઘરમાં જો ગંદકી હોય અને મચ્છર પેદા થાય તેવી સ્થિતિ હોય તો પાલિકા તંત્ર દંડ ફટકારે છે પરંતુ પાલિકાની મુખ્ય કચેરીમાં જ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે અને કંડમ સામાન પણ મુકવામા આવ્યો છે તેના કારણે મચ્છર પેદા થાય તેવી સ્થિતિ છે. આવી સ્થિતિના કારણે મુલાકાતીઓ અને કર્મચારીઓના આરોગ્ય સામે પણ ખતરો છે. 

Related News

Icon