સુરતના પુણા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘુસી જાય છે. જેથી અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતાં પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટર પુણા ગામ તળાવ નજીક પાણીમાં બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી લોકો ધરણા પર બેસવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સવારથી બાળકો પણ ભૂખ્યા છે ઘરમાં પાણી ઘૂસી ગયું હોવાથી જમવાનું બન્યું નથી મળ્યું તેમ સ્થાનિકોએ કહ્યું હતું. લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ સુધી વિઝિટ કરવા પહોંચ્યા નથી. લોકોના ઘરોમાં ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી જોવા મળી રહ્યા છે તેનો વિરોધ કરી રહેલા વિપક્ષી નેતા સહિતનાની બપોર બાદ ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.