સુરતમાં જૂની અને જર્જરિત બિલ્ડીંગનો ઉતારી પાડવા માટે પાલિકા માત્ર નોટિસ જ આપી રહી છે. નક્કર કાર્યવાહી ન થતી હોવાથી દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હોડી બંગ્લા વિસ્તારમાં એક જૂની ઈમારતની ગેલેરી અચાનક તૂટી પડી હતી. ગેલેરી તૂટી પડતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનામાં એક વ્યક્તિને ઇજા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ દુર્ઘટનાને પગલે ત્રણ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જેમણે કાટમાળ હટાવવા સહિત કોઈ દબાયું છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.