સુરતના વેડરોડ વિસ્તારમાં બિલ્ડિંગના દાદરનો ભાગ તૂટી પડ્યો હતો. રાત્રિના સમયે દેનાકુંજ એપાર્ટમેન્ટ વિજય નગર 2ના G+3 માળની રેસિડેન્સિયલ બિલ્ડિંગના પહેલા માળના દાદરના સ્લેપનો ભાગ તૂટી ગયો હતો. જો કે, કોઈ જાન હાની થયેલી નથી. જો કે, સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગના તમામ 13 માણસોને સહી સલામત લેડરથી નીચે ઉતાર્યાં હતાં. સમગ્ર કામગીરી ડભોલી અને મુગલીસરાની ટીમે કરી હતી.