Surat News: ચોમાસાની ઋતુ શરુ થતાં જ કેટલાય વન્ય જીવો માનવ વસાહત સુધી આવી પહોંચતા હોય છે. એવામાં સુરતમાંથી દુર્લભ જળચર પ્રાણી જોવા મળ્યું હતું. સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી આ ઘટના સામે આવી રહી છે. જેમાં મહુવા તાલુકાના મુદત ગામે દુર્લભ જળચર પ્રાણી દેખાયું હતું. મુડત ગામ નજીક પૂર્ણાં નદી કિનારે જળ બિલાડી જોવા મળી હતી. જળ બિલાડીનું આખું ઝુંડ જોવા મળતા સ્થાનિકોમાં કુતુહલ સર્જયું હતું. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.