કોરોનાકાળ વખતે સ્મશાનમાં આવતાં મૃતદેહોના કારણે અગ્નિદાહમાં લાઈનો લાગતી હતી. જો કે, દિવાળીની રજાઓમાં તો સ્મશાનની હાલત કંઈક વિચિત્ર રીતે કફોડી થઈ ગઈ છે. સ્મશાનમાં કામ કરતાં કર્મચારીઓ રજા પર ઉતર્યા છે. જાણે દિવાળીની રજામાં મરવું જાણે મુસિબત થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ અગ્નિસંસ્કાર માટે મૃતદેહોને લાવવાના નહીં તેવી સ્થિતિ સર્જાઈ છે.કારણ કે, મૃતદેહોને લાવવામાં આવે તો કલાકો સુધી વેઈટિંગમાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો : ભાવનગર જિલ્લામાં દિવાળીની રાત્રે ત્રણ હત્યા, એક યુવાનની ફટાકડા ફોડવા બાબતમાં થઈ હત્યા
સ્મશાનમાં જરી ચકમક
સુરતનું અશ્વિનીકુમાર સ્મશાન ગૃહ હાલ વિવાદમાં આવ્યું છે. સ્મશાનમાં કામ કરતાં કર્મચારીઓએ માનવતા નેવે મુકી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દિવાળઈની રજામાં મૃતકના પરિવારજનોએ મૃતદેહો લાવવા નહીં તેવું કહી દેવામાં આવી રહ્યું છે. જેથી મૃતકના પરિવારજનો અને સ્મશાનના કર્મચારીઓે વચ્ચે ચકમક જરી રહી છે.
લોકોને માથે નવી હાલાકી
જન્મ અને મૃત્યુ કુદરતના હાથમાં હોય છે. તેમાં વાર તહેવાર જોવાના હોતા નથી. જો કે, ઈમરજન્સી પ્રકારની સેવા ગણાતા સ્મશાનના કર્મચારીઓ જાણે કે કુદરતથી પણ મોટા હોય તે રીતે મૃતકોના મૃતદેહો દિવાળીની રજાઓમાં નહીં અગ્નિદાહ આપવાની વાતે હાલ વિવાદ સર્જાયો છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ઘણા સમયથી અશ્વિનીકુમાર સ્મશાન ગૃહનું રિનોવેશન ચાલી રહ્યું છે. ત્યારે એક હાલાકીની સાથે આ નવી હાલાકી સર્જાઈ છે.
મૃતકના સંબંધીની આપવિતી
મૃતકના સંબંધીએ કહ્યું કે, અમને કહેવાયું કે દિવાળીની રજાના દિવસે કેમ મૃતદેહ લઈને આવ્યા છો. અમારો દિવસ ખરાબ થાય છે. તો કેમ લઈને આવ્યા. અમારે તહેવાર છે. અમને કલાકથી વધુ સમય સુધી બેસાડી રાખ્યા હતાં. ચોપડામાં નામ લખવાના મુદ્દે પણ રકઝક કરવામાં આવી હતી. તો સવાલ એ છે કે, શું મૃત્યુના કોઈ સમય ફિક્સ હોય છે. મૃત્યુ શું આ કર્મચારીઓને પૂછીને આવે છે. શું અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાં તહેવારો દરમિયાન આવું જ થાય છે