સુરતમાં છોકરીઓ સલામત ન હોય તે રીતે છેડતીખોરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉધના વિસ્તારના આશાનગરમાં યુવક પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ પકડીને યુવકને ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, સ્થાનિકોએ કહ્યું કે, યુવતીની છેડતી થઈ રહી હતી. ત્યારે તેઓએ યુવકને પકડી લીધો હતો. બાદમાં મેથિપાક આપ્યો હતો. જો આ પ્રકારે લોકો જાગૃત થાય અને પોલીસ આકરી કાર્યવાહી કરે તો છેડતીખોરો મર્યાદામાં રહે.