સુરતના ડિંડોલી મધુરમ સર્કલ ખાતે નિલકંઠેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોતસ્વ અંતર્ગત કથા ચાલી રહી છે. જેમાં કથાકાર લલિત નાગરની શિવ મહાપુરાણ કથામાં ઉપસ્થિત રહેવા માટે મોટી સંખ્યામાં રોજે રોજ નેતાઓ આવે છે. જેઓ ચાલુ કથાએ સન્માન લેવાની સાથે ભાષણ આપી રહ્યાં છે. જેને લઈને કથાકાર અકળાયા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
પાટિલ પુત્ર અકળાયા
વાયરલ વીડિયો પ્રમાણે કથામાં ઉપસ્થિત થવા ધારાસભ્ય સંગાતી પાટિલ, કેન્દ્રી મંત્રી સી આર પાટિલના પુત્ર જીજ્ઞેશ પાટિલ સહિતના મહેમાનોની આગતા સ્વાગતા કાર્યક્રમ થયો હતો. જેમાં સૌ પ્રથમ પ્રોટોકોલને લઈને જીજ્ઞેશ પાટિલે ટકોર અકળાતા કરી હતી.
કથાકારે આપી સૂચના
માન-સન્માન અને આગતા સ્વાગતા બાદ કથાકાર લલિત નાગર અકળાયા હતાં. કથાને રાજનીતિનો મંચ ન બનાવવા કહેતા કથાકારે કહ્યું કે, હવેથી સ્પષ્ટ સૂચના આપી દો. પ્રોટોકોલ જળવાતો નથી. આરતી પહેલા અથવા તો બાદમાં એક દિવસ આખો માન-સન્માનનો રાખી દો. આ રીતે વચ્ચે વચ્ચે કથાનું માન જળવાતું નથી. લોકો કથા સાંભળવા આવે છે. નહીં કે બીજુ કંઈ..