Home / Gujarat / Surat : Police succeed in major cyber fraud case in Gujarat

ગુજરાતમાં Cyber Fraud ની મોટી ઘટના, RBL બેંકના 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનું ટ્રાન્જેક્શન 

ગુજરાતમાં Cyber Fraud ની મોટી ઘટના, RBL બેંકના 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનું ટ્રાન્જેક્શન 

ગુજરાતમાં અવારનવાર Cyber Fraud ની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ રાજ્યમાં Cyber Fraud ની એક એવી ઘટના સામે આવી છે, જેને લઈને પોલીસ પણ ચોંકી ગઈ છે. ગુજરાત પોલીસને 164 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં માત્ર 6 મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કુલ 1445 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ 164 બેંક એકાઉન્ટમાંથી 89 બેંક એકાઉન્ટ તો RBL બેંકના હોવાનું સામે આવ્યું છે. જોકે અન્ય 75 બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે.
 
સમગ્ર ઘટના અંગે જાણીએ તો, સુરત પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું, આ દરમિયાન એક મોપેડને રોકવામાં આવ્યું, ત્યારે સમગ્ર ભાંડાફોડ થયો અને આરોપીની ધરપકડ કરી હતી. લોકોને બેંક લોન આપવાના બહાને ડોક્યુમેન્ટ લઈને બેંક એકાઉન્ટ ખોલી નાખવામાં આવતા હતા. બાદમાં ડોક્યુમેન્ટ ખૂટે છે જેના કારણે બેંક એકાઉન્ટ નહીં ખુલે તેવું કહીને આ ભેજાબાજો બેંક એકાઉન્ટ ખોલી નાખતા હતા. બાદમાં બેંક એકાઉન્ટ ધારકની જાણ બહાર તે ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
 
આ કૌભાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશવ્યાપી હોવાનું પણ સામે આવ્યું છે. કીરાટ જાદવાણી અને મિત ખોખર સહિત મયુર ઇટાલિયાની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસમાં દિવ્યેશ વિનીત સહિત રિચ પે આઈડી ધારક નામના આરોપીઓ પણ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. હાલ, સુરતની ઉધના પોલીસ દ્વારા તપાસમાં હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon