
સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ સુરતના સંતો તથા વિદ્યાર્થીઓએ અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓને ભગવાન સ્વામિનારાયણ શાશ્વત શાંતિ અર્પે, પરિવાર પર અચાનક આવી પડેલ દુઃખને સહન કરવાની ધીરજ અર્પે તેવી વ્યથિત હૃદયે પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ અર્પી હતી.અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો વિદ્યાર્થીઓની પ્રભુ પ્રાર્થના થઈ હતી.
અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન ક્રેશ થતાં મૃત્યુ પામેલા આત્માઓને સ્વામિનારાયણ ભગવાન શાશ્વત શાંતિ અર્પે, પરિવાર ઉપર અચાનક આવી પડેલ દુઃખને સહન કરવાની ધીરજ અર્પે તેવી પ્રાર્થના સંતો તથા વિદ્યાર્થીઓએ કરી હતી.સુરતના વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતો તથા વિદ્યાર્થીઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે બેસીને જનમંગલ સ્તોત્રના પાઠ કર્યા હતા. તથા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ જીવાત્માઓને ભગવાન શાંતિ અર્પે તે અર્થે હૃદય પૂર્વક પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.
આજે બપોરે 1:40 કલાકે અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થતાં 230 જેટલા પેસેન્જર અને 9,ક્રૂ મેમ્બરો મૃત્યુ પામ્યા છે.. વિમાન ઈન્ટર્ન ડોક્ટરોની હોસ્ટેલ ઉપર જ ક્રેશ થતા 50 થી 60 ડોક્ટરો પણ અકસ્માતનો ભોગ બન્યા છે. સાવધાની હતી છતાં દુર્ઘટના ઘટી છે એમ શુકમુનિ સ્વામીએ કહ્યું હતું.