
સુરતમાં રામનવમીની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અનોખા આયોજન થઈ રહ્યાં છે. ત્યારે કોસાડ વિસ્તારમાં ભગવાન રામની શોભાયાત્રાની સાથે સાથે મહા આરતી અને જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.
કલ્પેશ બારોટે કહ્યું કે, કોસાડ ખાતે આવેલા સ્વસ્તિક રો હાઉસ ખાતે સ્થિત માં ભગવતી મંદિર તેમજ શક્તેશ્વર મહાદેવ મંદિર દ્વારા દરવર્ષે રામનવમીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે 4 વાગ્યે ભગવતી મંદિર સ્વસ્તિક રો હાઉથી શોભાયાત્રા નીકળશે જે સ્વિસ્તિક કોમ્પલેક્ષ, મીરા રેસીડન્સી થઈ વૈષ્ણવ દેવી હાઈટસ ખાતે ફરીને ફરી મંદિર આવશે. ત્યાર બાદ સાંજે 7 વાગ્યે મહાઆરતી થશે. ત્યારબાદ જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ધર્મપ્રેમી લોકો ભાગ લઈ શકશે.