સુરતમાં થોડા દિવસ અગાઉ સિટી બસમાં નસેડી યુવક દ્વારા ડ્રગ્સ સાથે મુસાફરોને ધમકાવવામાં આવ્યાં હતાં. જેનો વાયરલ વીડિયો થયો હતો. જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવકને ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસે યુવકની શાન ઠેકાણે લાવવા પ્રયાસ કર્યો હતો. મુસાફરો સામે બસમાં વટ મારતા યુવકનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. આરોપી વિરેન્દ્ર ઠક્કરનું પોલીસે રી-કન્સ્ટ્રકશન કર્યું હતું. રી-કન્ટ્રક્શનમાં આરોપી લંગડાતો લંગડાતો ચાલતો જોવા મળ્યો હતો. બસમાં મુસાફરોને રોયલ કાઠીયાવાડી કહેતો આરોપીને હાથ જોડી પોલીસે ચલાવ્યો હતો. દિલ્હી ગેટ બીઆરટીએસ અને સિટી બસ ટર્મિનલ ખાતે આરોપીનું પોલીસે રી-કન્ટ્રક્શન કરાવ્યું હતું.