અયોધ્યામાં રામમંદીરમાં ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે રામ દરબારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સુરતના વેપારીએ રામ મંદિરને સોના-ચાંદીના આભૂષણની ભેટ આપી છે. ભગવાન રામ સાહિત્ય ચારે ભાઈઓ માટે 1000 કેરેટ હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનુ, 300 કેરેટ રૂબીના ઘરેણા તૈયાર કરવામાં આવ્યાં છે. ગળાનો હાર, કાનની બુટ્ટી, કપાળનું તિલક, ચાર મોટા હાર, ત્રણ નાના ધનુષ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 11 મુગટ અને 3 ગદા પણ બનાવવામાં આવી છે. ચાર્ટર પ્લેન માધ્યમથી આભૂષણો રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ સુધી પહોંચ્યા છે. વીએચપીના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયા અને સુરત ગ્રીન લેબના મુકેશ પટેલ દાગીના લઈ રામ મંદિર પહોંચ્યા હતાં.