
સુરતના હજીરાથી ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ ચાલી રહી છે. આ રો-રો ફેરી શરૂ થઈ છે ત્યારથી વિવાદનું બીજું નામ બની ગઈ છે. રો-રો ફેરી સર્વિસમાં મુસાફરોના જીવ દાવ પર મૂકી ઓવરલોડ ટ્રેકની હેરાફેરી કરવાનો વેપલો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. રોજિંદી ફેરી સર્વિસમાં ઓવરલોડ ટ્રકો ભરીને સુરતથી ભાવનગર મોકલાતી હોવાની રજૂઆત થઈ છે. જોકે આ મામલે કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. હવે મુસાફરો સાથે ઓવરલોડ ટ્રેક ભરીને જતી મધ દરિય કોઈ દુર્ઘટના બને તો માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઊભો થયો છે. વાહન વ્યવહાર વિભાગની સાથે સુરત આરટીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
ઓવરલોડ ટ્રકને મોકળું મેદાન
હજીરા રો-રો ફેરી સર્વિસમાં જિપ્શમ, રોક અને કોલસાની ઓવરલોડ ટ્રકની હેરાફેરી થતી હોવાની ગંભીર રજૂઆત થઈ છે. સુરતના પોર્ટ પરથી મોકલાની કોલસાની ટ્રેક ઓવરલોડ હોવા છતાં રો રો ફેરીન સંચાલકો બિનદાસ્ત રીતે ટ્રકની હેરાફેરી કરી રહ્યા છે. રો-રો ફેરીમાં માત્ર ટ્રક જેવી વસ્તુઓ જ લઈ જવાની નથી. પરંતુ મુસાફરોને પણ લઈ જવામાં આવે છે. હવે એક-બે નહીં પરંતુ રોજિંદા 59 જેટલી ઓવરલોડ ટ્રક ભરીને લઈ જવામાં આવે છે. આ અંગે વાહન વ્યવહાર વિભાગની સાથે સુરત આરટીઓને પુરાવા સાથે જાણ કરવામાં આવી હતી. સુરત ડિસ્ટ્રીક ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા આ અંગે ગાંધીનગરથી લઈને સુરત સુધી રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આરટીઓ જ નહીં પરંતુ પોલીસ દ્વારા પણ કોઈ પગલાં ભરાયા નથી. આરટીઓ અને પોલીસની આડોડાઈને કારણે રોરો ફેરીના સંચાલકોને ઓવરલોડ ટ્રક લઈ જવા મોકળું મેદાન મળી ગયું છે.
ઉપરથી રૂપિયા લેવાય છે
સુરત ડિસ્ટ્રીક ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશનના યોગેશ શેલડિયાએ કહ્યું કે, દરિયાઇ માર્ગ પરિવહન દ્વારા જે રો-રો ફેરીમાં પેસેન્જર તથા ઓવરલોડ વાહનો રો રો ફેરી દ્વારા સુરતથી ભાવનગર ઘોઘા અને ભાવનગર ઘોઘાથી સુરત હજીરા પરિવહન થાય છે. જે સ્થાનિક RTO સુરત તથા ભાવનગરને જાણ હોવા છતાં કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. રો રો ફેરીની કંપની ચલાવનાર પોતાના પર્સનલ બેનિફિટ માટે પરમીટ કરતા વધારે માલ ભરેલ હોય તેનો ઉપરથી પર ટન 200થી 300 રૂપિયા વસુલે છે. તો આ કંપનીને કોઈ કહેવાવાળું નથી.