સુરતમાં સુંવાળા સંબંધોનો કરુણ અંજામ સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં હનીટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે વીડિયો બનાવી આપઘાત કર્યો હતો. આપઘાત કરી લેનારા યોગેશભાઈએ તાપી નદીમાં કુદી આપઘાત કર્યો હતો. મૃતક યુવકનું નામ યોગેશ જાવીયા છે. યોગેશભાઈને રેસ્ટોરન્ટમાં કામ કરતી પરણિત મહિલા સાથે આંખ મળી જતા બંને ભાગી ગયા હતાં. પાંચ દિવસ બાદ પરણિત મહિલા તો આવી પરંતુ યોગેશભાઈ ન આવ્યા. યોગેશભાઈએ મરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં હની ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો. યોગેશભાઈ પાસેથી મહિલાને તેની જેઠાણીએ પાંચ લાખ માંગ્યાનો આરોપ મૂક્યો હતો. પાંચ લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યાનો વીડિયોમાં આક્ષેપ કર્યો છે. મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની માંગ કરી છે.