Home / Gujarat / Surat : school tries to alleviate fear of board exam candidates

સુરતની શાળામાં બોર્ડની પરીક્ષાર્થીઓનો ભય દૂર કરવા પ્રયાસ, ટાઈમ મેનેજમેન્ટનું અપાયું માર્ગદર્શન

સુરતની શાળામાં બોર્ડની પરીક્ષાર્થીઓનો ભય દૂર કરવા પ્રયાસ, ટાઈમ મેનેજમેન્ટનું અપાયું માર્ગદર્શન

સુરતની ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ  દ્વારા આયોજીત “ લક્ષ્યઅર્જુન-4’ પ્રિ-બોર્ડ પરિક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ/કોમર્સના 1800 જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ તારીખ 16/01/2025 ને ગુરુવાર થી શરુ થતી પરિક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપી છે. જેમાં બાળકો દ્વારા ૨૭મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ શરૂ થવા જઈ રહેલ પરીક્ષામાટેની પૂર્વ તૈયારી કરી હતી.
આ કાર્યકમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થી કે જે અડાજણ, વેસુ, ઓલપાડ, કતારગામ, ડભોલી, વરાછા, તાડવાડી, નાનપુરા જેવા વિસ્તારમાંથી રજીસ્ટ્રર થયા હતાં. સાથે તેમના માતા-પિતા તેમજ શાળાના શિક્ષક સ્ટાફ અને આચાર્ય પણ હાજર હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચોઃ સુરત પાલિકાની બેદરકારી, સ્કૂલ નજીક દોઢ મહિનાથી પડેલો ખાડો વિદ્યાર્થીઓ માટે જોખમી

2800 વિદ્યાર્થી આપશે પરીક્ષા

આવનારી માર્ચ-૨૦૨૫ બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલ લક્ષ્યને પાર કરે અને તેમની કારર્કિદી ઊજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ પરિવાર તરફથી આપવામાં આવી હતી.આ લક્ષ્ય અર્જુન પ્રિ બોર્ડ પરિક્ષાની લોકચાહના અને સફળતાની સાથે સાથે આ પરિક્ષા સુરત ના ધ રેડીયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલના સેન્ટર ઉપરાંત મોરબી, રાજકોટ, ભાવનગર,ભરૂચ અને ડાંગ જીલ્લામાં  પી પી સ્વામી સંચાલિત શાળામાં પણ નક્કી થયેલ તારિખ અને સમયે એક સાથે કુલ ૨૮૦૦ થી પણ વધુ વિદ્યાર્થી પરિક્ષા આપશે અને નજીકના દિવસોમાં બોર્ડ જેમ જ બાહ્ય મૂલ્યાંકનની કાર્યવાહી કરી ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે.

ટાઈમ મેનેજમેન્ટ અંગે અપાયું માર્ગદર્શન

શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા આ બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા અમલમાં આવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિ ના આધારે બોર્ડ માં વિદ્યાર્થી કેટલા ટકા(%) સુધી માર્ક મેળવી પોતાનો લક્ષ્ય પાર પાડી શકે છે તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણેજ તમામ પેપર તેમની બેઠક વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે બાળકો ખુબજ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિક પગલાં (સુસાઇટ)નહિ ભરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.અને આ જીવનની છેલ્લી પરીક્ષા નથી પરંતુ હજુ ગણી તક ઊભી છે તેમ માની પરીક્ષા આપવાં શુભેચ્છા પાઠવી હતી. શાળાના કેમ્પસ ડાયરેક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીને આ પરીક્ષાની મદદથી બોર્ડમાં “ટાઇમ મેનેજમેંટ” નું આયોજન કેમ કરવું તેનું સચોટ માર્ગદર્શન અપાયું હતું.

Related News

Icon