Home / Gujarat / Surat : Security guard caught with fake currency notes

VIDEO: Suratમાં બનાવટી ચલણી નોટો સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો, 29 નોટ લઈને ગયેલો મની ટ્રાન્સફર કરાવવા

સુરતના છાપરાભાઠામાં મની ટ્રાન્સફરને ત્યાં બોગસ ચલણી નોટ વટાવવા ગયેલા કિરણ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને દુકાનદારે પકડી પાડી પોલીસનો સોંપી દીધો હતા. ગાર્ડ પાસેથી 100 અને 200ના દરની 51 બોગસ નોટ મળી હતી.વશિષ્ટ ગોરખસિંગ અમરોલી વરિયાવ રોડ પર મની ટ્રાન્સફરનું કામ કરે છે. તેમની પાસે સુજીત હરિનંદન પૌદાર આવી ડુપ્લિકેટ નોટ વટાવાનો પ્રયાસ કર્યો હતો. વશિષ્ટને નોટ બોગસ હોવાનું માલુમ પડતા તેણે સુજીતને પકડી લીધો હતો. જડતી લેતા તેની પાસેથી રૂ.100ની 21 નકલી નોટ અને રૂ.200ની 29 નકલી નોટ મળી આવી હતી. વશિષ્ટે જાણ કરતા અમરોલી પોલીસે સુરજીતની અટક કરીને તેના પાસેથી 8000ની બોગસ નોટો તથા લફોન કબજે લીધો હતો. પોલીસે સુજીતની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પુછપરછમાં સુજીત કિરણ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને પ્રથમ વખત જ નોટ વટાવા ગયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon