
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાલિકાની ડ્રેનેજ સતત ઉભરાઈ રહી છે. આ ઉભરાતી ગટર લોકોના આરોગ્ય માટે જોખમી બની રહી છે. અનેક ફરિયાદ છતાં પણ આ સમસ્યાનો નિકાલ થયો નથી.
આ પણ વાંચોઃ VIDEO: CNG કારમાં ગેસ ભરતા સમયે સાવધાન! બારડોલીમાં ગેસ પાઇપ છટકતા કાર ચાલકને વાગી
આરોગ્ય સામે જોખમ
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં પાલ ગામ નજીક પીપલ્સ બેંક પાસેના રોડ પર તાલુકાની ડ્રેનેજ ઉભરાઈ રહી છે. એક સપ્તાહ જેટલો સમય થયો છે છતાં આ ઉપરાતી ગટર બંધ થતી નથી. ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો થઈ રહ્યો છે.
સમસ્યાનું નિરાકરણ નહીં
માજી કોર્પોરેટર દ્વારા આ અંગે પાલિકાને ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં હજી સુધી સમસ્યાનું નિરાકરણ થયું નથી. આ ગટર ઉભરાતી બંધ નહીં થતાં આસપાસના લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે.