તસ્કરો રાત્રિ કે દિવસના સમયે લોકોની નજર ચૂકવીને ચોરી કરતાં હોય છે. પરંતુ સીસીટીવી જેવી ટેક્નોલોજીની નજરમાંથી બચી શકતા નથી. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં વિચિત્ર તસ્કર નજરે પડ્યો હતો. ગુરુકૃપા સોસાયટીમાંથી મોંઘા બૂટ ચપ્પલની ચોરી કરતો હતો. મોં રૂમાલ બાંધીને આવેલા ચોર ઇસ્મે ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તસ્કરે એક જ સોસાયટીમાંથી મોટા ભાગના ઘરોના બૂટ ચપ્પલની ચોરી કરી હતી.