સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. ત્યારે આ વખતે દવાની અછતના કારણે ચર્ચામાં આવી છે. 15 દિવસથી તાવ, માથામાં દુઃખાવા સહિતની સામાન્ય બીમારીઓને લગતી દવાઓની અછત સર્જાઈ રહી છે. આ દવાઓના કારણે વિવિધ ઓપીડીમાં દરરોજ સારવાર લેવા આવતા હજારથી વધારે દર્દીઓ પૈકી અમુક દર્દીઓને બહારથી દવાઓ લેવાની નોબત આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

