Home / Gujarat / Surat : SMFG India Credit launches new brand film

એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે એસએમઈ માટે નાણાંકીય સશક્તિકરણને દર્શાવતી નવી બ્રાન્ડ ફિલ્મ રજૂ કરી

એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે તેની નવી બ્રાન્ડ ફિલ્મ લોન્ચ કરી છે જે આશા, પરિવર્તન અને અનંત સંભાવનાઓની રોમાંચક વાત રજૂ કરે છે. આ ફિલ્મ તેની લોન ઓફરિંગ્સ થકી નાના તથા મધ્યમ કદના વ્યાપાર માલિકોને સશક્ત કરવા તથા તેમને મોટા સ્વપ્નો જોવા, વિકસવા અને ટકી રહેવા માટે સક્ષમ કરવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હાસ્યરસ સાથેના અનોખા મ્યુઝિકલ ફોર્મેટ સાથે રજૂ કરાયેલી આ ફિલ્મ વ્યાપારના વિસ્તરણની મહેચ્છા રાખતા નાના રિટેલરની સફરને રજૂ કરે છે. તે દર્શાવે છે કે કેવી રીતે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ બિઝનેસ લોન તેના જીવનને બદલે છે અને નવી ઓળખ ઊભી કરવા તથા નાણાંકીય પ્રગતિ હાંસલ કરવા માટે તેને મદદ કરે છે. આ ફિલ્મ તેના કેન્દ્રમાં નવી શરૂઆતને આકાર આપવામાં સ્થિતિસ્થાપકતા, મહત્વાકાંક્ષા અને નાણાંકીય સશક્તિકરણની શક્તિની ઊજવણી કરે છે. 


આ ફિલ્મ અંગે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ ખાતેના ચીફ બિઝનેસ ઓફિસર અજય પરીકે જણાવ્યું હતું કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એસએમઈ) ભારતના જીડીપીમાં લગભગ 30 ટકાનું યોગદાન આપે છે અને રોજગારી સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જોકે તેઓ ઔપચારિક ધિરાણ મેળવવામાં ઘણીવાર સમસ્યાઓનો સામનો કરે છે. આ બ્રાન્ડ ફિલ્મ દર્શાવે છે કે કેવી  રીતે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ બિઝનેસ લોન નાના રિટેલર્સને નાણાંકીય ટેકો પૂરો પાડે છે અને આકર્ષક વ્યાજ દરો, ઓછા ડોક્યુમેન્ટેશન અને સરળ ચૂકવણીની સુવિધા પૂરી પાડે છે. અમે અનોખી રીતે વાત રજૂ કરવાની શૈલી ધરાવીએ છીએ એટલે કે રમૂજ સાથે સંગીતમય કાવ્ય દ્વારા કારણ કે અમારા લક્ષ્યાંકિત ગ્રાહકો સુધી સંદેશ પહોંચાડવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. 

Related News

Icon