સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. તેની આ ટીપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યાં છે. સનાતનીઓ ઠેર ઠેર વિરોધ કરી રહ્યાં છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક જૂથ પણ આ સંતની ટીપ્પણીના વિરોધમાં આવ્યું છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આવા લંપટ સ્વામી સામે પગલાં લેવાની માગ કરવામાં આવી છે.સ્વામી દ્વારા વીરપુર જઈને માફી માંગવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.